કોડીનારની પ્રતિષ્ઠિત પાવન વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્ર નિમિત્તે ભવ્ય પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. બાળકોના પ્રિય કાર્ટૂન પાત્રો છોટા ભીમ અને મોટું-પતલુંએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવનાર તમામ વિદ્યાર્થીઓને ફી માફી અને આકર્ષક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા પધારેલા તમામ માટે અલ્પાહારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. સંચાલક વિવેકભાઈ મેરના માર્ગદર્શન હેઠળ બાળકોને ભયમુક્ત અને આનંદમય વાતાવરણમાં આવકારવામાં આવ્યા હતા.