ઉત્તર પ્રદેશ મુકામે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું. જેમાં સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મોકલેલ અં-૧૭ બહેનોની વોલીબોલ ટીમે ભાગ લઈ અને ફાઈનલ સુધી પહોંચી ફર્સ્ટ રનર અપ રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. જેમાં સોમનાથ એકેડેમી, કોડીનાર (DLSS)ની ત્રણ ખેલાડીઓ અર્પીતા વાઢેર, તન્વીકા વાળા અને રાજલ વાળાએ પણ ગુજરાત ટીમમાં સ્થાન મેળવી ટીમનું પ્રતિનિધિત્વ કરી સોમનાથ શાળા તેમજ ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. શાળાની આ ત્રણેય ખેલાડીઓ તેમજ સમગ્ર ટીમને સંસ્થાના પ્રમુખ કરશનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, ડિસ્ટ્રીક્ટ કોચ જિગરભાઈ દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈ સોલંકી, ડી.એલ.એસ.એસ મેનેજર રણજીતભાઈ દાહિમા, કોચ ગીતાબેન વાળા તેમજ તમામ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.