તાલુકા કાનૂની સેવા સમિતિ, કોડીનાર દ્વારા ગિરદેવળી પ્રાથમિક શાળામાં ‘વિશ્વ પૃથ્વી દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોને પૃથ્વી સંરક્ષણ, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાનૂની જાગૃતિના પેમ્પલેટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય અરજણભાઈ વાઢેળ, પીએલવી પ્રકાશ મકવાણા બાળકોને પ્રકૃતિના જતનની પ્રેરણા આપી હતી.