કોડીનાર કે.ડી. બારડ સાયન્સ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સિમાસી ગામે આવેલી નાઘેર ડેરી પ્રોડકટસની મુલાકાત લીધી હતી. જયાં નાઘેર ડેરી પ્રોડકટસના મેનેજિંગ ડોયરેકટર જીતુભાઈ ડોડીયા તેમજ રોહિતભાઈ બારડના માર્ગદર્શન અંતર્ગત સાયન્સ બાબતે અને ડેરીમાં થતુ વિવિધ પ્રોડકટસનું પેકેજિંગ કઈ રીતે થાય તે વિગતવાર સમજાવવામાં આવ્યુ હતુ.