ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કોડીનાર સ્થિત અદાણી હોસ્પિટલમાં ૩૦,૦૦૦ ડાયાલિસિસ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. અદાણી હોસ્પિટલમાં ઉપલબ્ધ અદ્યતન અને આધુનિક ડાયાલિસિસ મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) ઉપલબ્ધ છે.








































