પશુ સેવા એ જ માનવ ધર્મનો સંદેશ સાર્થક કરતા શેઢાયા ગ્રામ પંચાયત દ્વારા પશુઓમાં જોવા મળતા જીવલેણ ખરવા અને મોવાસા જેવા રોગો સામે રક્ષણ આપવા માટે રસીકરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુ ચિકિત્સકોએ દરેક ખેડૂતના તબેલા અને ખેતર સુધી રૂબરૂ જઈને પશુઓનું રસીકરણ કર્યું હતું. તાલુકા પશુ ડોક્ટર મેહુલભાઈ દાહીમા, ડોક્ટર જેઠવા તથા અનુભવી ડોક્ટર પ્રવિણભાઈ લાખણોત્રા અને ડોક્ટર રાજ પરમાર દ્વારા અત્યંત કાળજીપૂર્વક રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.