કોડીનારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાના જન્મદિવસ નિમિત્તે કોડીનાર શહેરને આરોગ્ય ક્ષેત્રે વધુ એક ભેટ મળી છે. વિરાટનગર ખાતે અર્બન હેલ્થ સેન્ટર (UPHC)નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયા સહિત આગેવાનો, આરોગ્ય અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રથી શહેરના લોકોને વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળશે.









































