તાલુકા કાનૂની સેવા સમિતિ, ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે મૂળ દ્વારકા ગામની આંગણવાડી કેન્દ્ર ૪ મુકામે મહિલાઓને કાયદો અને તેની રચના તેમજ કાનૂની પ્રક્રિયા તેમજ સમાન ન્યાયની સમજ, મફત કાનૂની સહાય યોજનાઓ તેમજ લોક અદાલત વિશે માહિતગાર કર્યા હતા. લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ મકવાણા તેમજ પ્રવિણ ચુડાસમા, હુસેનભાઇ ઢોકી તેમજ આંગણવાડી કાર્યકર નીમુબેન કામળીયા, ડાલકી મનાલીબેન તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.