કોડીનારના મૂળદ્વારકા ગામે અંબુજા સિમેન્ટ ફેકટરીના ન્યુ જેટી વિસ્તારમાંથી કોઇ અજાણ્યા ઇસમે કંપનીના પ્લાન્ટમાં પ્રવેશ કરી કન્વેયર બેલ્ટની એલ્યુમિનિયમની સાઇડ શીટ નંગ-૧૦ કિં.રૂ.૨૦,૦૦૦/-ની ચોરી કરી હોવાનું જાણવા મળેલ. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. જે અનુસંધાને એન.એ. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.ના માર્ગદર્શન મુજબ તા.૩૦/૦૮/૨૦૨૫ ના એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. હેડ કોન્સ. ગોપાલસિહ મોરી તથા કોન્સ. મેહુલસિંહ પરમાર કોડીનાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ સંયુક્ત બાતમીના આધારે મૂળદ્વારકા રોડની જલારામ સોસાયટી ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડીને કાર્યવાહી કરી હતી. આ આરોપીનું નામ અલફાતભાઈ આરીફભાઈ સોરઠીયા, (ઉ. વ.૩૦)પાસેથી કટકા કરેલ શીટ નંગ-૧૦ જેના કટકાઓ નંગ-૩૬, જેની કુલ કિં.રૂ.૨૦,૦૦૦/- જપ્ત કરેલ.