કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના ખેડૂતો સાથે કઠોળ-ચોળીના બિયારણ બાબતે છેતરપિંડી કરવામાં આવતા અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. ગામના સામાજિક કાર્યકર અને ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ, લલિત વાળા દ્વારા આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી. આથી આજે ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ અને વૈજ્ઞાનિકો તાત્કાલિક તપાસ માટે આવ્યા હતા. તેમણે તપાસ કરતાં બિયારણ નકલી હોવાનું જણાયું હતું. તેમણે કોડીનારમાં વાવણી એગ્રો, કૃષિ મોલ એગ્રોમાં જી.એસ.ટી.બિલ વગર ખેડૂતોને બિયારણ આપવા મુદ્દે તપાસ કરતાં મોટી પોલ ખુલી હતી. ત્યારબાદ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરપાલસિહ બારડ અને લલિત વાળા દ્વારા ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.