કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે વીજ તંત્રની ઘોર બેદરકારીને કારણે ૧૧ કે.વી.નો વીજ વાયર શેરડીના પાકમાં પડતા પાક  બળીને ખાખ થઈ જતા ખેડૂતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂત પરમેશભાઈ ચંડેરાની સાત વિદ્યા જમીનમાં શેરડીનો વાડ હોવાથી શેરડી ઉગાડવા માટે ૧ર મહિનાની મહેનત પછી શેરડીનો પાક ખેડૂતના હાથમાં આવે તે પહેલા જ વીજ વાયર પાક ઉપર પડતા પાક બળીને ખાખ થઈ ગયો હતો.