કોડીનાર તાલુકાના માલગામને પાણી પૂરું પાડતી જામવાળા ડેમની પાઇપ લાઇન નેશનલ હાઇવે દ્વારા ટોલ નાકાના કામ દરમ્યાન તોડી નાખી હતી. આ વાતને બે માસ વીતિ ગયા પણ આ પાઇપ લાઈન હાઇવે ઓથોરિટી દ્વારા રિપેર કરવામાં આવી નથી. તો પાણી પુરવઠા બોર્ડ કોડીનાર દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે માલગામની મહિલાઓ પાણી બાબતે ભારે પરેશાન છે. આ બાબતે માલગામ ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં આ ગામની પાણીની માનવ સર્જિત સમસ્યા દૂર કરવામાં આવી નથી. આ બાબતે પાણી પુરવઠા બોર્ડની ઉદાસીનતા અને નેશનલ હાઈવેના અધિકારીઓની દાદાગિરિનો ભોગ માલગામના લોકો બની રહ્યા છે. માલગામની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ તુરતમાં નહિ આવે તો આગામી દિવસોમાં માલગામની મહિલાઓ ટોલ નાકા ઉપર જઈ કામ બંધ કરાવશે તેવી ચીમકી આપી છે.