કોડીનારના લોકપ્રિય ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાને રાજ્ય કેબિનેટમાં સ્થાન મળતાં તાલુકામાં આનંદની લહેર ફેલાઈ છે. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ આતશબાજી, મીઠાઈ વહેંચણી અને નારા સાથે ઉજવણી કરી હતી. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓએ ડો. વાજાને અભિનંદન પાઠવ્યા અને આ નિર્ણયને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ ગણાવ્યું. મંત્રીપદ મળતાં કોડીનારમાં દિવાળીની ઉજવણી બેવડા ઉત્સાહ સાથે થઈ હતી.









































