કોડીનાર, તા.૩૧
કોડીનારના દેવળી દેદાની ગામે ખડૂતના વાડી વિસ્તારમાં શિકારની શોધમાં ખૂંખાર દીપડો આવી અને મકાનમાં અંદર ઘૂસી જતાં જેની ખેડૂતને જાણ થતા મકાનના દરવાજા બહારથી બંધ કરી દીધેલ અને વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાનમાંથી દીપડાનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. કોડીનારના દેવળી ગામેની ડેડીક્યાં વાડી વિસ્તારમાં રહેતાં જેસિંગભાઈ મોરીના વાડી વિસ્તારમાં દિપડો શિકાર માટે આવી ચઢ્યો હતો અને શિકારની શોધમાં એક મકાનમાં ઘુસી ગયો હતો. આ બાબતની જાણ ખેડૂતને થતા મકાનનો દરવાજો બહારના ભાગેથી બંધ કરી દીધો હતો અને વન વિભાગને જાણ કરી હતી.