કોડીનાર તાલુકાના દુદાણા ગામે વાડી વિસ્તારમાં જંગલી પ્રાણીઓના ત્રાસની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં અહીંના રહીશ રાજેશભાઇ માનસિંહભાઇ ચૌહાણની ગાયનું જંગલી પશુએ મારણ કરતા ખેડૂત પરિવારોમાં ફફડાટ ફેલાયો છે. હિંસક પશુઓના આંટાફેરાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે વનવિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.