ડોળાસા ગામે જાહેર સ્થળો, માધ્યમિક અને કુમાર પ્રાથમિક શાળા, ચાર ચોક-ઉના રોડ, ગોંદરપરા પ્રાથમિક શાળાનો રોડ, નદીના પુલની બાજુમાં વિગેરે સ્થળોએ જેસીબી અને ટ્રેકટરની મદદથી સફાઈ કામ હાથ ધરવામાં આવ્યુ હતું. આ જાહેર સેવાકિય કાર્યમાં સરપંચ ગોવિંદભાઈ કાતિરા અને સદસ્ય કાદુભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા હતા. જે સમયસર દૂર કરતા સ્થાનિકોમાં રાહતનો માહોલ છવાયો હતો.