કોડીનાર તાલુકાના ડોળાસા ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડનો મંગળવારે કપાસની હરાજી સાથે પ્રારંભ થયો હતો. કોડીનાર માર્કેટિંગના ડોળાસા સબ યાર્ડ ખાતે કપાસની હરાજી શરૂ થઈ હતી. આ સાથે જ ડોળાસા સબયાર્ડનો વિધિવત નવી સિઝન માટે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ડોળાસા યાર્ડમાં પાંચસો મણ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને પ્રથમ દિવસે એક મણ કપાસના રૂ. ૧૦૫૦થી લઇને ૧૫૫૨ ભાવ ઉપજ્યા હતા. ડોળાસા યાર્ડમાં દિવાળી પછી કપાસની બમ્પર આવક થશે તેવું અનુમાન છે.