કોડીનાર તાલુકાના ડોળાસા નજીક લેરકા રોડ પર એક વડના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને ઉના તાલુકાના કાજરડી ગામના ૨૭ વર્ષીય યુવાન ધીરુભાઈ બાબુભાઈ બાંભણિયાએ આપઘાત કરી લીધો હતો. આ ઘટના ગત રાત્રિના આઠ વાગ્યા બાદ બની હતી. પોતાના ગામથી આશરે ૧૫ કિલોમીટર દૂર ડોળાસા અને લેરકા ગામ વચ્ચેના રસ્તા પર યુવકે અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ત્યાંથી પસાર થતા એક મુસાફરે આ દ્રશ્ય જોયું અને લેરકા ગામ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી કાજરડી ગામ અને કોળી સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.