કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલી ગોંદરાપરા પ્રાથમિક શાળાના મેદાનમાં સોમવારે
વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા સૂચવેલ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તમામ બાળકોને આ વૃક્ષને પોતાની માતાનું નામ આપી તેનું રોપણ કરવું અને તેનો ઉછેર કરવો, તેમજ પર્યાવરણ જતન પ્રત્યે આપણા સૌની સહિયારી જવાબદારી, ફરજ છે તેવું શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.