કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ, મોટર સાયકલ, રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ગુમ થયાની અરજી બાદ પોલીસે સીસીટીવી સહિતના આધારે તપાસ કરીને રૂ. ૪૧,૧૧,૧૪૦નો મુદ્દામાલ પરત કર્યો હતો. જે કામગીરી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રફુલભાઈ વાઢેરને રૂ. ૨૫૦૦, હિંમતભાઈ ચાવડાને પણ રૂ. ૨૫૦૦, ભગવાનભાઈ રાઠોડને રૂ. ૨૦૦૦, ભીખુશા જુણેજાને રૂ. ૨૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.