કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે મહત્વની સફળતા મળી હતી. હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ, ભીખુશા, વિક્રમભાઇ અને
કૃપાલસિંહને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે ઘાટવડ ગામના નવાપરા વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઇમરાનભાઇ ઇબ્રાહિમભાઇ હાલાઇ, અલ્તાફભાઇ અહેમદભાઈ ઘમરોટ અને ફૈજલભાઇ ગનીભાઇ સેલોતનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ.૧૩,૩૦૦ની રોકડ રકમ તેમજ ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.







































