કોડીનારના ઘાંટવડ ગામે ગનીભાઈ કાસમભાઈ સેલોત તેમની વાડીમાં જુગાર રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઇડ પાડી ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ગનીભાઈ કાસમભાઈ સેલોત, મમદભાઇ સુલેમાનભાઈ સેલોત-મુસ્લિમ, ગોવીંદભાઇ ટપુભાઈ બાંભણીયા, અલ્તાફભાઈ એમનભાઈ ધમરોટ, ગફારભાઇ આદમભાઇ અગવાન, હુસેનભાઇ મમદભાઈ ભાદરકા, યુસુફભાઇ જમાભાઈ સેલોત, હુસેનમીયા કાસમમીયા બાહરૂની, ઇકબાલભાઇ વલીભાઇ અગવાન, જાવેદખા અયુબખા પઠાણ, ફૈજલભાઇ ગનીભાઈ સેલોત, ઉસ્માનખા અયુબખા પઠાણ મુસ્લિમને રોકડ રકમ રૂ.૭૨,૯૩૦, ૬ મોટર સાયકલ, ૧૦ મોબાઇલ મળી કુલ.રૂ.૩,૦૮,૪૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.