ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય “મેરા યુવા ભારત” ગીર સોમનાથ દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ (મુકામે તાલીમાર્થીઓને ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી તેમજ તેમના જીવન ચરિત્રની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી તેમજ ફુલહાર દ્વારા તેમને વંદના કરવામાં આવી હતી. તાલીમાર્થીઓને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકવન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.