કોડીનાર તાલુકાના કરેડા ગામે આવેલ મફત પ્લોટમાં ગેરકાયદે પેશકદમી કરવામાં આવી હોવાથી આ બાબતે કરેડા ગામના અરજદાર માલાભાઈ સવદાસભાઈ વાઢેળ દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કરેડામાં આવેલ મફત પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર બિનઅધિકૃત રીતે દબાણકારો દ્વારા ઓટા, દિવાલો, શૌચાલય અને સીડી જેવા બાંધકામ કરી લેવામાં આવ્યા હતા. જેના અનુસંધાને કલેકટર અને ડીડીઓની સૂચનાથી તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા ગામના સરપંચ અને તલાટીને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.