કોડીનાર તાલુકાના આલીદર ગામની માધ્યમિક શાળામાં ધોરણ ૯ અને ૧૧ના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ તકે કુલ ૩૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ચીફ ઓફિસર નગરપાલિકા કોડીનાર રાઠોડ સાહેબ, લાયઝન અધિકારી મનોજભાઈ પઢિયાર, શાળાના પ્રમુખ ઉદયસિંહભાઈ, ટ્રસ્ટીઓ રણવીરભાઈ બારડ, જેસિંગભાઈ પરમાર, નિવૃત્ત આચાર્ય જે.એન. પરમાર અને ડોડિયા હરિભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાની બહેનોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પાઠ્‌યપુસ્તક આપી પ્રવેશ આપ્યો હતો.