કોડીનાર તાલુકાના અડવી ગામે નવનિર્મિત પીઠડ માતાજીના મંદિરે આજથી આગામી તા. ૩ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. અડવી ગામના કારડીયા રાજપુત સમાજના મોરી પરિવારના કુળદેવી પીઠડ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેમાં શોભાયાત્રા અને આરતી તેમજ મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.