કોડનાર તાલુકાના અડવી ગામે કારડીયા રાજપુત સમાજના મોરી પરિવારના કુળદેવી પીઠડ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને પીઠડ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોરી પરિવારના અને ગામલોકો હર્ષભેર સામેલ થયા હતા. આ કાર્યક્રમ બાદ સાંજે મહાઆરતી અને સમુહપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.