કોડનાર તાલુકાના અડવી ગામે આવેલી ઈન્સપાયર એકેડમીનો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. આ તકે સામાજિક, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને બાળકોએ રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાદમાં શાળામાં અભ્યાસ કરી સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં અભ્યાસ કરતા અને ઉચ્ચ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓને પણ ટ્રોફી એનાયત કરી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.