કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોંદરા પરા પ્રાથમિક શાળાની ધોરણ ૮ની ૧૧ દીકરીઓએ જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી ડોળાસા ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે. ડોળાસા ગામની ગોંદરા પરા શાળાની જે દીકરીઓએ “જ્ઞાન સાધના” પરીક્ષા પાસ કરી છે તેમાં ક્રમશઃ હિરલ એલ. ડોડીયા, ધ્રુવી કે. ગૌસ્વામી, ધ્યાના ડી. મોરી, જંખના એ. ગોહિલ, નિયતી ડી. પરમાર, વિસ્મિતા વી. ગોહિલ, વિશાખા વાય. મોરી, ભૂમિકા ડી. તૈલી, સાક્ષી એસ. ગૌસ્વામી, રાધિકા એમ.ડોડીયા અને વૈભવી વાય. ગોહિલનો સમાવેશ થાય છે. આ પરીક્ષા પાસ કરતાં તમામ દીકરીઓને હવે
ધોરણ નવ અને દસમાં ૪૪૦૦૦/રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં ૫૦૦૦૦/ મળી ચાર વર્ષ દરમ્યાન એક પરીક્ષાર્થી દીઠ ૯૪૦૦૦/ શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર તરફથી અપાશે.