કોડીનારનાં ઘાંટવડ ગામે જંગલી ભૂંડનો મોટા પ્રમાણમાં ત્રાસ જોવા મળી રહ્યો છે. હમણાં સુધી દીપડાની દહેશતથી ખેડૂતો ખેતરોમાં પાણી વાળવાનું ટાળતા હતા ત્યાં જંગલી ભૂંડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ઘાંટવડ ગામમાં જંગલી ભૂંડે એક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘાંટવડ ગામના અહેમદભાઈ કાસમભાઇ સરવૈયા તેમની વાડીમાં પાણી વાળવા ગયા હતા ત્યારે અચાનક શેરડીના વાડમાંથી એક ભૂંડનું ટોળું નીકળી આવ્યું હતું.
તેમાંથી એક જંગલી ભૂંડે અહેમદભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ભૂંડે ખેડૂતને બટકા ભરતાં ગંભીર રીતે ઘવાયા હતા. આથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.