કોડીનારના જંત્રાખડી મુકામે શૂન્ય બ્રહ્મલીન સંત શિરોમણીની ખારાની ખોડિયાર આશ્રમે તા ૯ જુલાઈ, બુધવારે શ્રી ખડેશ્વરી બાપુ ( ગૌતમ પૂરિજી મહારાજ) ની ૨૭ મી પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારના ૧૧.૦૦ કલાકે બટુકભોજન, રાત્રિના ૧૦.૦૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં અંકિતાબેન સોની (ભજનિક), દિનેશગીરી બાપુ (સંતવાણી), મનુબાપુ ગોડલીયા (સંતવાણી) કેવલસિહ જાદવ (લોકસાહિત્યકાર), મુન્નાબાપુ ( તબલા વાદક) તથા સાથી કલાકારો ઉપસ્થિત રહેશે. તા.૧૦ ના રોજ સવારના નવ કલાકે ગુરૂપૂજન વિધિ થશે.