કોડીનાર તાલુકાના મજેવડી હનુમાન નજીક એક કિ.મી.સુધીના બીજા રોડ પટ્ટાનું કામ બાકી છે. તેમાંય ગાંડા બાવળના ઝાડ એવા ફેલાયા છે કે આ રોડ પર બે બે ફુટ રોડ પર ફેલાતા વાહન ચાલકોને ભારે અડચણ ઉભી થઇ છે. આ કારણે અકસ્માતની સંભાવના છે. કોડીનારથી ઉના સુધીના ૪૦ કિ.મી.નું ફોરટ્રેક રોડનું કામ પૂરું થયું છે. માત્ર અહી જ એક કિ.મી.નું કામ બાકી છે. સારા રોડને કારણે વાહનો પુરઝડપે દોડી રહ્યા છે. પણ આ એક કિ.મી.ના રોડમાં સામસામેથી વાહનો પસાર થતાં હોય અકસ્માતનો સતત ભય રહે છે. આથી તંત્ર યોગ્ય નિરાકરણ કરે તેવી લોકોની માંગ છે.