કોડીનારથી ઉના સુધીના ૪૦ કિમીમાં ફોરલાઇન સીસીરોડનું કામ છેલ્લા છ વર્ષથી કાચબાગતિએ ચાલી રહ્યું છે અને હજુ આ રોડનું કામ કેટલા વર્ષે પુરૂ થશે તેનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. પરંતુ કેટલાક ગામોના સ્ટેશનો સુધી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયુ હોવા છતાં સ્ટેશનો પર મુસાફરોને બેસવા કે છાંયડાની કોઈ સુવિધા કરવામાં આવી નથી. ત્યારે ભરઉનાળે તડકામાં મુસાફરોને વાહનોની રાહ જાવી પડે છે. તથા ચોમાસામાં પણ ચાલુ વરસાદમાં મુસાફરોને ભીંજાવુ પડે છે. જેમાં ઉનાના સિલોજ, માઢગામ અને કોડીનાર તાલુકાના અડવી ગામનો સમાવેશ થાય છે. ત્યારે જે ગામોના સ્ટેશનો પર રોડનું કામ પૂર્ણ થયું હોય ત્યાં મુસાફરોને બેસવા માટે તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ છાપરી સહિતની પુરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.