બાબરાના કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઉંટવડ ગામે વિશ્વ તમાકુ નિષેધ ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે રેલી સ્વરૂપે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમાકુના સેવનથી થતા મોઢાના, જીભના થતા કેન્સર અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત લોકોને ધુમ્રપાનના સેવનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવરાવવામાં આવી હતી. આ તકે પત્રિકા વિતરણ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.