બાબરાના કોટડાપીઠા ગામે પવનચક્કીમાંથી એમસીબી અને કોપર વાયરની ચોરી મળી કુલ રૂ.૪૫ હજારની ચોરી થઈ હતી. આ અંગે સત્યજીતભાઈ મહેન્દ્રભાઈ વાળા (ઉ.વ.૩૩)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમ કોટડાપીઠા ગામે હડીયાધાર વિસ્તારમાં આવેલી પવનચક્કી લોકેશન નં.૧૪માંથી નાની મોટી એમ.સી.બી. નંગ-૫૦, છમ્મ્ કંપનીના કોન્ટેક્ટર નંગ-૦૫ જેની અંદાજીત કિં.રૂ.૨૫,૦૦૦ તથા કોપર વાયર આશરે-૧૫૦ મીટર જેની અંદાજીત કિં.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૫,૦૦૦ મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.