બાબરાના કોટડાપીઠા ગામે રહેતા એક પુરુષે માનસિક અસ્વસ્થતામાં ઝેરી દવા પી લીધી હતી. જેને લઈ તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે વિઠ્ઠલભાઈ ભીખાભાઈ પલસાણા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમના કાકાના દિકરાના ભાઈ ઉમેશભાઈના મોટાભાઈનું કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. ઘરની તમામ જવાબદારી તેમના ઉપર હતી અને થોડા સમયથી માનસિક અસ્વસ્થ રહેતા હતા. જેથી પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી જતાં ચાલુ સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.