બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ચોરા ચોકમાં આવેલા રામજી મંદિરમાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગામ લોકો દ્વારા ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. ગામમાં અનેક ઘરોમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. ખેતીકામ માટે ગામમાં આવેલા આદિવાસી સમાજ દ્વારા પણ ગણપતિદાદની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.