વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૪ સપ્ટેમ્બરના રોજ આસામના દરાંગ જિલ્લામાં મંગલદોઈ ખાતે રૂ. ૬૩૦૦ કરોડના હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો છે. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોÂસ્પટલ, ન‹સગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામનો શુભારંભ કરાવ્યો છે. આ હેલ્થકેર પ્રોજેક્ટ પાછળ રૂ. ૫૭૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ ઉદ્વાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ આસામની પ્રજાને સંબોધતાં પોતાને ભગવાન શિવના ભક્ત તરીકે દર્શાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધુ ઝેર પચાવી જઉ છું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મારુ રિમોટ કંટ્રોલ દેશની ૧૪૦ કરોડ જનતા છે. તે મારી માલિક છે. હું શિવ ભક્ત છું. ગમે તેવુ ઝેર પચાવી જઉ છું.પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે તો મારી પ્રજા જ મારો ભગવાન છે. મારા ભગવાન પાસે મારા આત્માનો અવાજ નહીં નીકળે તો બીજે ક્યાં નીકળશે. તેઓ મારા માલિક છે. મારા માટે પૂજનીય છે. મારો રિમોટ કંટ્રોલ છે.
થોડા દિવસ પહેલાં બિહારના દરભંગામાં ઇન્ડીયા ગઠબંધનની વોટર અધિકાર યાત્રા દરમિયાન વિપક્ષના અમુક કાર્યકરોએ પીએમ મોદી અને તેમની માતાને અપશબ્દો કર્યા હતા. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાને આસામથી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં રૂ. ૧૮૫૩૦ કરોડની પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે બે જનસભાને સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે, આસામ ૧૩ ટકાના દરે ઝડપથી વિકસી રહ્યું છે. આસામના લોકોના આકરા પરિશ્રમ અને ભાજપની ડબલ એન્જીન સરકારના યોગદાનનું આ પરિણામ છે. આજે વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બન્યો છે અને તેમાં આસામ સૌથી ઝડપથી વિકસતુ રાજ્ય.