દૂરસંચાર વિભાગ તરફથી એક નવો નિયમ જોહેર કરી દીધો છે. જેમાં વધારે સિમ રાખવાની છૂટ ખતમ કરી દીધી છે. દૂરસંચાર વિભાગના નવા નિયમ અનુસાર ૯થી વધારે સિમ રાખનારા યુઝર્સને સિમ કાર્ડનું વરિફિકેશન કરવું અનિવાર્ય થઈ ગયું છે. જો આપ આવું નથી કરતા તો, આપનું સિમ કાર્ડ ડિએક્ટિવવેટ એટલે કે, બંધ કરી દેવામાં આવશે.ડીઓટીના નવા નિયમ અનુસાર ડિસેમ્બર ૨૦૨૧થી દેશભરમાં લાગૂ થયો છે.
ડીઓટીએ તમામ ટેલિકોમ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે, જે યુઝર્સની પાસે ૯થી વધારે સિમ કાર્ડ છે, તેમને નોટિફિકેશન મોકલવામાં આવશે. આવા તમામ સિમ કાર્ડના આઉટગોઈંગ કોલ ૩૦ દિવસની અંદર બંધ કરી દેવામાં આવશે. જ્યારે ઈનકમિંગ કોલને ૪૫ દિવસની અંદર બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, મોબાઈલ સિમ યુઝર્સની પાસ એક્સ્ટ્રા સિમને સરેન્ડર કરવાનો પણ ઓપ્શન હશે.
જો સબ્સક્રાઈબર્સ તરફથી નોટિફાઈ કરવામાં આવેલા સિમને વેરિફાઈન નહીં કરાવે તો, આવા સિમને ૬૦ દિવસની અંદર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો સબ્સક્રાઈબર ઈંટરનેશનલ રોમિંગ, બિમાર અને વિકલાંગ વ્યÂક્તઓને ૩૦ દિવસનો વધારો સમય આપવામાં આવશે.
જો લો ઈન્ફોર્સમેંટ એજન્સી તરફથી અથવા તો બેંક અથવા કોઈ અન્ય વાણિજ્ય સંસ્થા તરફથી મોબાઈલ નંબર વિરુદ્ધ ફરિયાદ મળે છે, તો આવા સિમનું આઉટગોઈંગ કોલને ૫ દિવસની અંદર બંધ કરી દેવામાં આવશે. સાથે જ ઈનકમિંગ ૧૦ દિવસમાં બંધ થઈ જશે. જ્યારે સિમ ૧૫ દિવસની અંદર આખું બંધ કરી દેવામાં આવશે.
દૂરસંચાર વિભાગે ૯થી વધારે સિમ રાખનારા મોબાઈલ યુઝર્સને ટૂંક સમયમાં વેરિફિકેશન પુરૂ કરવાનો આદેશ આપ્યો છે. નિયમ મુજબ એક યુઝર્સ વધુમાં વધુ ૯ સિમ ખરીદી શકે છે. પણ જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વૌત્તર માટે વધુંમાં વધુ ૬ સિમ કાર્ડ રાખવાનો નિયમ છે. DOT™kજણાવ્યા અનુસાર યુઝર્સની આઈડી પર ૯થી વધારે સિમ ગેરકાનૂની છે. આવી સ્થિતિમાં યુઝર્સ પોતાની મરજીથી સિમ બંધ કરાવી શકવાનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે.
દૂરસંચાર વિભાગે ઓનલાઈન ફ્રોડ, આપત્તિજનક કોલ અને અન્ય ફ્રોડ સહિતની ઘટનાઓને રોકવા માટે નકલી સિમ કાર્ડને ફેલાયેલા બજોરને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે.