ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજનીતિ ચરમસીમાએ છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે અને માહોલ ગરમાવી રહ્યા છે, ત્યારે રાજુલા જાફરાબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં હીરાભાઈ સોલંકીનું એક નિવેદન ભારે ચર્ચાનું વિષય બન્યું છે. જી હા…ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જારદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ભાજપના પ્રચાર દરમિયાન તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે, જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા હીરાભાઈ સોલંકીએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, જા કોઈ પણ વ્યક્તિ દાદાગીરી કે અસામાજિક પ્રવૃત્તિ કરીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરશે તો તેને સાંખી લેવામાં નહીં આવે. જા કોઈ તમને હેરાન કરે કે ‘દાદાગીરી’ કરે, તો ગભરાવાની જરૂર નથી. તમે માત્ર અમને એક હોંકારો (ફોન) કરજા, અમે અડધી રાતે પણ અહીંયા ગાડીઓના કાફલા લઈને પહોંચી જઈશું. તેમણે ગ્રામજનોને હિંમત આપતા કહ્યું કે પ્રજાની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ધારાસભ્યનો આક્રમક અંદાજ કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો વાયરલ થતા જ સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જાવા મળી રહ્યો છે. સમર્થકો તેને જનતાની સુરક્ષા માટેનો મજબૂત અવાવી ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષ આ નિવેદનને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે. હીરાભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાજુલા-જાફરાબાદની જનતાની શાંતિમાં ખલેલ પહોંચાડનારા તત્વો માટે હવે કોઈ સ્થાન નથી. અમે જનતાની પડખે ઊભા છીએ.