(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨
સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું કે રાજ્યોને અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો બંધારણીય અધિકાર છે, જેથી તે જાતિઓને અનામત આપી શકાય જે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત છે. જા કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે રાજ્યોએ પછાતપણું અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના ‘પ્રમાણપાત્ર અને પ્રદર્શિત ડેટા’ના આધારે પેટા-વર્ગીકરણ કરવાનું છે, અને ‘ઇચ્છા’ અને ‘રાજકીય યોગ્યતા’ના આધારે નહીં. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ૬ઃ૧ બહુમતીના નિર્ણયમાં, ઇવી ચિન્નૈયા વિ આંધ્ર પ્રદેશ રાજ્ય” કેસમાં સર્વોચ્ચ અદાલતની પાંચ જજાની બેન્ચના ૨૦૦૪ના ચુકાદાને બાજુ પર રાખ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણને મંજૂરી આપી શકાતી નથી, કારણ કે સૂચિત અનુસૂચિત જાતિઓ સજાતીય જૂથો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ સહિત મોટા ભાગના પક્ષો ક્વોટાના નિર્ણય પર મૌન જાળવી રહ્યા છે, તો બીજી તરફ લોકસભા સાંસદ ચંદ્રશેખરે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.આઝાદ સમાજ પાર્ટીના વડા અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પૂછ્યું કે આ આદેશ આપનારા જજામાંથી કેટલા એસસી-એસટી હતા. તે ખૂબ જ જરૂરી છે કે જા તમારે વર્ગીકરણ કરવું હોય તો તેની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થવી જાઈએ. ત્યાં લાંબા સમયથી માત્ર થોડા પરિવારોનો જ કબજા છે. તમે એસસી-એસટી લોકોને પ્રવેશવા દેતા નથી પરંતુ શું સામાન્ય જાતિના લોકોને તક નથી? તમે તેમને તક પણ આપતા નથી. જા તમારે વર્ગીકરણ કરવું જ હોય તો સર્વોચ્ચ સંસ્થામાંથી કેમ ન કરવું, નીચેથી કેમ કરવું છે. શું તમે એસસી એસટી્‌ પર નજર રાખી અને અનામતમાં પ્રમોશન માટે આદેશ આપ્યો છે? શું એસસી અને એસટીનો બેકલોગ ભરાયો હતો? શું તમે જાણો છો કે એસસી એસટીને અનામત મળી રહી છે તેવા આંકડા શું છે? તમારી પાસે આર્થિક સ્થતિના કયા આંકડા છે? કોઈપણ નિર્ણય બંધ રૂમમાં બેસીને લેવામાં આવશે. શું આ કલમ ૩૪૧નું ઉલ્લંઘન નથી?આઝાદે કહ્યું, શું તમને અમારી પીડા, આર્થિક સ્થતિ અને સામાજિક અસમાનતાનો ખ્યાલ છે? અને શું તેમની પાસે અમારી સામે થયેલા ગુનાઓ સંબંધિત ડેટા છે? અમે કલમ ૩૪૧ને પણ જાઈશું કે શું તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે ઇડબ્લ્યુએસનો ઓર્ડર આવ્યો ત્યારે મેં એ પણ કહ્યું હતું કે ત્યાં એસસી અને એસટી ના કેટલા લોકો હતા. શું કોઈ તેમના સમુદાય વિશે એસસી અને એસટી લોકો કરતાં વધુ સારી રીતે વિચારી શકે છે? જા તે વિચારી શકે છે તો ૭૫ વર્ષમાં કેમ ન વિચાર્યું? શું એનસીઆરબી ડેટા દૃશ્યમાન છે? શું તમામ નિર્ણયો પર નજર રાખવામાં આવી હતી?તેમણે કહ્યું કે અમને સરકારનો ઈરાદો ખબર નથી, સરકાર કેવી રીતે બદલાય છે, અમે યુપી જાયું. જે જ્ઞાતિના લોકો રાજકારણમાં નહોતા, તેમને કોઈએ પૂછ્યું નહીં. જ્યારે બસપાની સરકાર ગઈ ત્યારે સપા સરકારનું શું થયું અને જ્યારે સપાની સરકાર ગઈ ત્યારે યાદવોનું શું થયું, જાટવોનું શું થયું. હવે આપણે બધું જાવું પડશે.