ઋષિ સુનકે કહ્યું- “કોઈપણ દેશે બીજા દેશ દ્વારા નિયંત્રિત જમીન પરથી તેની સામે આતંકવાદી હુમલાઓ સ્વીકારવા જાઈએ નહીં. ભારત આતંકવાદી માળખા પર હુમલો કરવાનું વાજબી છે. આતંકવાદીઓને કોઈપણ પ્રકારની છૂટ આપી શકાય નહીં.”
આ પહેલા ઋષિ સુનકે પણ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. ઋષિ સુનકે લખ્યું હતું કે- “પહલગામમાં થયેલા બર્બર હુમલામાં નવદંપતી, બાળકો અને ઉજવણી કરતા પરિવારોના જીવ ગયા છે. અમારા હૃદય તેમના માટે તૂટી ગયા છે. બ્રિટન શોકમાં ડૂબી ગયેલા લોકો સાથે દુઃખ અને એકતામાં ઉભું છે. આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં. અમે ભારત સાથે આ ઘટનાનો શોક વ્યક્ત કરીએ છીએ.”
ઋષિ સુનક ઉપરાંત, ભૂતપૂર્વ બ્રિટિશ ગૃહમંત્રી પ્રીતિ પટેલે પણ ભારતને ટેકો આપ્યો છે. પ્રીતિ પટેલે બ્રિટિશ સંસદમાં સ્પષ્ટપણે કહ્યું છે. ભારતને સ્વ-બચાવમાં કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પ્રીતિ પટેલે હાઉસ ઓફ કોમન્સમાં પહેલગામ અત્યાચારના પીડિતો પ્રત્યે પોતાની સંવેદનાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે આતંકવાદી ખતરાઓનો સામનો કરવા માટે યુકેએ ભારતમાં તેના મિત્રો સાથે નજીકથી કામ કરવું જાઈએ.