વ્યક્તિની આંખોના પલકારા પરથી જાણી શકાય કે તેની નજરમાં પ્રેમ છે કે વાસના. જેમ રોગને ઓળખવાના લક્ષણો હોય છે, અને એ લક્ષણો પરથી રોગને ઓળખી શકાય છે એ જ રીતે પ્રેમને ઓળખવાના પણ કેટલાંક વિશિષ્ટ લક્ષણો હોય છે, એ લક્ષણો પરથી પુરૂષને ઓળખી શકાય છે… કે, એ પ્રેમમાં પડયો છે કે નહી ? આવો જાણીએ કે, કયા ૧૧ લક્ષણો હોય છે…. પ્રેમમાં પડેલા પુરૂષમાં ? એ…
(૧) તમારી પ્રશંસા કરતા તે થાકશે નહીં : પુરૂષ જ્યારે કોઇ :સ્ત્રીના પ્રેમમાં હોય, ત્યારે તે પોતે જેને ચાહે છે એ વ્યક્તિ કેટલી શ્રેષ્ઠ છે એ બાબત દરેકના મગજમાં ઠસાવવાની કોશિષ કરતો હોય છે, એના મુખમાંથી તમારી પ્રશંસાના જ શબ્દો નીકળશે. જાણે તેના જીવનનો મકસદ તમે જ છો, તમે જ સૌથી મહત્વની વ્યક્તિ છો. તમારા જેવું આખી દુનિયામાં બીજું કોઇ જ નથી એ વાત પોતે પણ માનતો હોય છે અને તમને અહેસાસ પણ કરાવતો હોય છે.
(ર) શાકથી માંડીને બ્યુટી પ્રોડકટ પણ તમારા માટે ખરીદવા જશે ઃ મોટાભાગે અને મોટાભાગના પુરૂષો સ્ત્રીને લગતા કામકાજ કરવામાં શરમ અનુભવતા હોય છે, એ પણ બહારના લોકોની સામે, પરંતુ જ્યારે કોઇ પુરૂષ તમારા પ્રેમમાં હોય ત્યારે બહુ જ સરળતાથી અને સાથે સાથે સહજતાથી તે તમારા કોઇ પણ કામકાજને માથે ચઢાવીને એને ઉત્તમમાં ઉત્તમ રીતે પાર પાડવાની કોશિષ કરશે. તમે ચીંધેલા કાર્યને પુરૂં કરવા માટેનો ઉત્સાહ અને પ્રતિબધ્ધતા તો આકાશમાંથી તારા તોડવાના કાર્ય જેટલો હશે. લોકો શું વિચારશે કે લોકો શું કહેશે એની એને જરાપણ પરવા કે ચિંતા નહીં હોય.
(૩) તમારી ખુશી માટે બધું જ કરી છૂટશે : સામાન્ય પણે પુરૂષો તુલનાત્મક રીતે ખૂબ જ વાસ્તવવાદી હોય છે, પણ જ્યારે તેઓ કોઇ :સ્ત્રીના પ્રેમમાં હોય ત્યારે તેમની તમામ ક્રિયાઓમાં તમારી ખુશી જ મુખ્ય બની જાય છે. તમને ગમે – તમે ખુશ થાવ – તમે આનંદમાં રહો – તમે જીવનમાં કંઇક અંશે અમુક – તમુક બાબતોમાં સંતોષ માનો એ પ્રયોજનથી પોતે પોતાની ખુશીમાં બાંધછોડ કરવી પડે તો એના માટે પણ તે તત્પર જ રહેશે. તેને પોતાના કાર્યો – સુખ – શાંતિ – સંતોષ કરતાંય તમારા કાર્યો – સુખ – શાંતિ – સંતોષ વધુ મહત્વપૂર્ણ બની જતાં હોય છે. તમારી ખુશી અને સુખ માટે તે પોતાની ખુશી – સુખનો ભોગ આપતાં જરીકેય અચકાશે નહીં, સમય – સ્થળ કે સંજાગોની ચિંતા કર્યા વગર તે તમારા માટે પોતાને ન્યોછાવર કરવામાં પાછીપાની નહીં કરે.
(૪) તમારી કોઇપણ ચીજવસ્તુ ઉંચકવામાં શરમ નહીં રાખે : મોટાભાગ જ નહીં, પણ ૧૦૦ માંથી ૯૦ – ૯પ ટકા પુરૂષો સ્ત્રીની કોઇપણ વસ્તુ ઉંચકવામાં, પકડવામાં શરમ – સંકોચ અનુભવતા હોય છે, અરે – સ્ત્રીમાલિકીનું ગુલાબી કે બ્લ્યુ સ્કૂટર ચલાવવામાંય તેને સંકોચ થતો હોય છે. પણ, હા… જ્યારે તે કોઇ સ્ત્રીના પ્રેમમાં હોય ત્યારે તેને પોતાની અતિપ્રિય વ્યક્તિનું પર્સ હોય કે, શાકની થેલી હોય, તેલનો ડબ્બો હોય કે તેનું બાળક હોય કશું જ ઊંચકવામાં શરમ – સંકોચ નથી રહેતો. એ સમયે લોકો શું કહેશે કે શું વિચારશે એની પણ એને જરીકેય પરવા નથી હોતી. એને તો પ્રિય વ્યક્તિનો બોજ ઘટાડવામાં જ અનેરો આનંદ હોય છે. પ્રેમ નામક લાગણીનું પ્રભુત્વ એટલું તીવ્ર હોય છે કે બીજા કોઇના વિચારો – અભિગમ કે સલાહ સૂચનની કોઇ જ પરવા હોતી નથી. અરે, પડી જ નથી હોતી…
(પ) તમને ખૂબ ચીડવશે ઃ પુરૂષ જ્યારે પોતાની પ્રિય વ્યક્તિના પ્રેમમાં હોય છે ત્યારે પરસ્પરની લાગણી જતાવવા માટે તે તેને ચીડવતો હોય છે. પોતાની ખાસ વ્યક્તિ તરીકે તે તમને ચીડવશે પણ ખરો અને પછી તે બદલ માફી પણ માગશે. તમે જયારે તેને વળતો ચીડવવાની કોશિષ કરશો ત્યારે એ તમારી વાતને ભરપૂર એન્જાય કરશે અને ખૂબ હસશે. પણ, જે તેને ગમજાં હશે તેને જ તે ચીડવશે, બીજાં સાથે તો સિરીયસ જ વાણી – વર્તન – વ્યવહાર કરશે.
(૬) છૂટથી પોતાની મર્યાદાઓ શેર કરશે : બહુ જ ઓછા પુરૂષો પોતાની મર્યાદા અને નબળાઇઓ શેર કરી શકતા હોય છે. કોઇ બાબતમાં પોતે નબળો છે એ એકસપ્રેસ કરવું એના માટે અતિ અઘરૂં બની રહે છે. પણ, જ્યારે એ તમારા પ્રેમમાં હશે ત્યારે તે પોતાની તમામ નબળાઇઓ અને મર્યાદાઓને દિલ ખોલીને શેર કરી શકશે. કેમ કે, તેને તમારા પર ભરપૂર ભરોસો હોય છે અને તેને સંપૂર્ણપણે વિશ્વાસ હોય છે કે તમારી સાથે શેર કરેલી એકેય વાત (નબળાઇઓ કે કંઇપણ) નો ગેરલાભ તમે કયારેય નહીં ઉઠાવો. સ્વાભાવિક રીતે પોતાની તમામ લાગણીઓ – વાતો – ખામીઓ – મર્યાદાઓને હંમેશા તે પોતાની તમારી સમક્ષ ખૂલીને વ્યકત કરી શકતો હોય અને નાનામાં નાની વાત પણ તમને કહેવાનું ચૂકતો ન હોય તો, ત્યારે તમારે એ સમજવું કે તે પુરૂષ તમારા પ્રેમમાં છે અને તે પણ માત્ર પ્રેમમાં નહીં… ગળાડૂબ પ્રેમમાં છે.(ક્રમશઃ)