તૃણમૂલ કોંગ્રેસે એકવાર ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને તેના પર ભાજપની વિરૂધ્ધ વિપક્ષી ગઠબંધનને એક કરવાની જગ્યાએ પોતાને બસ ટિવટરની દુનિયા સુધી સીમિત કરી લેવાનો આરોપ લગાવ્યો છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી દ્વારા ગોવાની ત્રણ દિવસીય યાત્રા શરૂ કરવાની વચ્ચે પાર્ટીએ પોતાના મુખપત્ર જોગો બાંગ્લામાં દોહરાવ્યું છે કે પોતાના જનાધારનો વિસ્તાર કરવા માટે તે અન્ય રાજયોમાં જશે તથા ભાજપનો જોરદાર મુકાબલો કરશે
ટીએમસીના મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇચ્છીએ છીએ કે ભાજપની વિરૂધ્ધ એક ગઠબંધન બને અમે આ વાત કોંગ્રેસને પણ કહી છે.પરંતુ તેને તેની પરવાહ નથી અને તેનું વલણ ઢીલુ ઢીલુ નજરે પડી રહ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી ૨૦ ઓગષ્ટે આયોજીત કરવામાં આવેલ વિરોધ પક્ષોની બેઠક દરમિયાન બેનર્જી દ્વારા રાખવામાં આવેલ સંયુકત સંચાલન સમિતિની રચનાના પ્રસ્તાવનો હવાલો આપતાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે ત્યારથી આ દિશામાં કાંઇ કરવામાં આવ્યું નથી
મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ટિવટરની દુનિયા સુધી સમિત થઇ ગઇ છે.પાર્ટીએ વિપક્ષી ગઠબંધન બનાવવા માટે કોઇ પહેલ કરી નથી ૨૦૧૪ અને ૨૦૧૯માં પણ કોંગ્રેસે આમ જ કર્યું હતું સંપાદકીયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટીએમસી પોતાની શક્તિ પર આગળ વધતી રહેશે પરંતુ કોંગ્રેસની સાથે ગઠબંધનના દરવાજો ખુલ્લા રાખશે.જોગો બાંગ્લામાં કહેવામાં આવ્યું છે કે અમે કયારેય કહ્યું નથી કે કોંગ્રેસ વિના ગઠબંધન થશે પરંતુ અમે ફાલતુ બેઠક કરી તેના માટે અમારો સમય બગાડીશું નહીં
એ યાદ રહે કે આ મહીનાના પ્રારંભમાં પણ મમતા બેનર્જીની પાર્ટીએ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં અમેઠીથી રાહુલ ગાંધીની હારને લઇ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે શું કોંગ્રેસ ટિવટર દ્વારા આંચકાથી બહાર આવી શકશે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે સંબંધોમાં ત્યારે તનાવ આવ્યો જયારે બંગાળની સત્તારૂઢ પક્ષે પોતાના મુખપત્રમાં દાવો કર્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નહીં પરંતુ તેમની સુપ્રીમો મમતા બેનર્જી વિરોધ પક્ષના ચહેરા તરીકે ઉભરીને સામે આવ્યા છે.