રાહુલ ગાંધીના હિંદુ અને હિંદુત્વના એજન્ડાને લઈ કોંગ્રેસે મોટો પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં રાહુલ ગાંધીના હિંદુ દર્શનને લઈ ભ્રમની સ્થિતિ બનેલી છે જેને કોંગ્રેસે હવે દરેક રાજ્યમાં શિબિર યોજીને દૂર કરવાનો નિર્ણય લીધો છે.કોંગ્રેસના એક્સપર્ટ્‌સ પાર્ટી કાર્યકરોને સમજાવશે કે, રાહુલના હિંદુ અને ભાજપના હિંદુત્વમાં શું અંતર છે અને જનતા વચ્ચે આ અંતરને કઈ રીતે સમજાવવાનું છે.જયપુર ખાતે ૨૬, ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જયપુરથી આશરે ૨૫ કિમી દૂર પદ્મપુરા ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને અજય માકન સહિતના આ વિષયના એક્સપર્ટ્‌સ સહભાગી બનશે.કોંગ્રેસ સંગઠનના તમામ નેતાઓ સહિત ચૂંટાયેલા કાર્યકરો અને પ્રવક્તાઓને આ શિબિરમાં બોલાવવામાં આવ્યા છે. તેના પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા દિલ્હી જઈને આવ્યા છે. આ પ્રકારની શિબિર તમામ રાજ્યોમાં આયોજિત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારના પાણી પુરવઠા મંત્રી મહેન્દ્ર સિંહ માલવીયે ૨ દિવસ પહેલા જ હિંદુ અને હિંદુત્વ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં એમ કહી દીધું હતું કે, આ મોટા નેતાઓની વાત છે, અમને નથીસમજાતી. એ જ રીતે કાર્યકરોમાં પણ કોંગ્રેસના હિંદુ દર્શન અને હિંદુત્વને લઈ ભ્રમની સ્થિતિ બનેલી છે જેને સમજાવવા અને જનતામાં લઈ જવા માટે આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાકે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, આ સદસ્યતા અભિયાનની તૈયારી માટે શિબિર આયોજિત કરવામાં આવી રહી છે.હકીકતે તાજેતરમાં જ જયપુર ખાતે આયોજિત મોંઘવારી વિરૂદ્ધની એક જનસભામાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભાજપને ઘેર્યું હતું અને એક નારો આપ્યો હતો કે- હિંદુ છું, હિંદુત્વવાદી નહીં. કોંગ્રેસ પાર્ટીએ તેને લઈ એક સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરી દીધું છે જેનું નામ છે- હિંદુ છું, હિંદુત્વવાદી નહીં. તેના અંતર્ગત કોંગ્રેસ એ કામોને એક્સપોઝ કરશે જે ભાજપે પોતાની હિંદુત્વવાદી છબિના નામે કર્યા છે.કોંગ્રેસના સંગઠનની પુનઃ નિર્માણ માટેની કવાયત વચ્ચે પ્રમુખપદનો તાજ રાહુલ ગાંધીને પહેરાવવાની તૈયારીકોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી સંગઠનને સુંદર બનાવવા માટે કવાયત વચ્ચે ૨૦૨૨ અને આગામી ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ ના નવા પ્રમુખ વરણી માટે શરૂ થયેલી કવાયતને માં ફરી એકવાર કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ એ ગાંધી પરિવારના “એકલોતા,” લાડલા ને પ્રમુખ પદનો તાજ પહેરવા ના ગીત ગાવાનું શરૂ કરી દીધું છે.રાજકીય રીતે સતત પણે સંકોચાઈ રહેલી અને એક પછી એક રાજ્યમાં વફાદાર નેતાઓના બળવાઓ ની આંધી વચ્ચે કોંગ્રેસની “નાવ” અત્યારે મતદાર માં હાલકડોલક કરી રહી હોય તેવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓએ ફરીથી રાહુલ ગાંધીને પક્ષનું સુકાન આપવાનું વિચાર વહેતો કર્યો છે, કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે પક્ષના આગામી પ્રમુખ તરીકે રાહુલ ગાંધીનું નામ સર્વાનુમતે સ્વિકાર્ય બનશે. છેલ્લે કોંગ્રેસની કાર્યવાહી કમિટીની બેઠકમાં “રાહુલ ગાંધી”નું નામ મૂકવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સમિતિના સભ્યોએ અનેકવાર પક્ષનું સુકાન સંભાળવા રાહુલ ગાંધીને વિનંતી કરી છે પરંતુ રાહુલ ગાંધી આ જવાબદારી માટે તૈયાર ન હોવાનું વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ જણાવ્યું હતું,કોંગ્રેસ ચૂંટણી સમિતિએ પક્ષની આંતરિક ચૂંટણીની તૈયારીઓ ને આગળ વધારી છે, હજુ કોઈ એવાતે નિશ્ચિત નથી કે રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ માટે તૈયાર થશે કે કેમ? પરંતુ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એ અત્યારથી રાહુલ ગાંધી ના દુકાન માટે પોતાની રજામંદી જાહેર કરી દીધી છે પક્ષના કાર્યવાહી પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા પક્ષના આંતરિક સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.કોંગ્રેસ દ્વારા એક નવેમ્બર ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં રૂપિયા પાંચ દિવસથી સાથે સભ્ય નોંધણી અભિયાન શરૂ કરી છે, જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓ પોતાના નોંધાયેલા કાર્યકરોની યાદી ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી જાહેર કરી દેશે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી તરીકે ની નિમણૂકો એપ્રિલ સુધીમાં કરી દેશે પ્રમુખ પદ ની ચૂંટણી ઓગસ્ટ૨૧ થી સપ્ટેમ્બર ૨૦ દરમિયાન કરવાનું આયોજન કર્યું છે.દરમિયાન જી-૨૩ નેતાઓની નારાજગી ના માહોલમાં કોંગ્રેસના પ્રમુખપદનો તાજ ફરી એકવાર ગાંધી પરિવારના લાડલા ને ગ્રહણ કરવાની ફરજ પાડવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કાર્યકરોએ ઉભો કર્યો છે હવે જાઈએ છીએ કે રાહુલ ગાંધી પક્ષના કાર્યકરોની અને નેતાગીરી ની લાગણી નો કેવો પ્રતિભાવ આપે છે.