મહારાષ્ટ્ર કોંગ્રેસમાં નારાજગીનો દૌર અટકવાનું નામ લઇ રહ્યો નથી એક તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ સંમેલન શિરડીમાં શરૂ થયું છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાએ ટ્વીટ દ્વારા કોંગ્રેસની અંદર ફેલાયેલી અવ્યવસ્થા પર જોહેરમાં નારાજગી વ્યકત કરી છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મિલિંદ દેવડાએ ટ્વીટ કરી કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉભા કરી દીધા છે.
મિલિંદ દેવડાએ કહ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં બહાર રાખવા માટે સત્તામાં સામેલ તો થઇ ગઇ પરંતુ પોતાના જન્મસ્થળ મુંબઇમાં જ હવે અસ્તિત્વ ગુમાવવાના આરે પહોંચી ગઇ છે.આપણે આપણા કોર્પોરેટર,કાર્યકર્તા અને સૌથી મહત્વપૂર્ણ મતદારો પ્રત્યે કર્તવ્યનું ધ્યાન રાખવું પડશે આથી બીએમસી ચુંટણીમાં થયેલ વોર્ડ પુનરચનાના મામલામાં કોર્ટનો દરવાજો ખખડાવવાની ભૂમિકાને હું સમર્થન આપું છું.
મુંબઇમાં બીએમસી ચુંટણી માટે બોર્ડ અનામતની જોહેરાત કરવામાં આવી બરોબર તેના એક દિવસ બાદ જ કોંગ્રેસના જુથમાં નારાજગી સામે આવવા લાગી બીએમસીમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રવિ રાજોએ પણ બીએમસી કમિશ્નર પર લાંચ લઇ કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.બીએમસી વોર્ડ અનામતની વિરૂધ્ધ કોર્ટનો દરવાજો ખખડાવવાની ધમકી પણ આપી છે.
દરમિયાન શિરડીમાં ચાલી રહેલ કોંગ્રેસના નવ સંકલ્પ સંમેલનમાં મહારાષ્ટ્રના પ્રદેશ વડા નાના પટોલેએ પાર્ટીની અંદર ઉભા થઇ રહેલ અસંતોષને દુર કરવાનું આશ્વાસન આપ્યું છે.નાનાનું કહેવુ છે કે કોંગ્રેસ લોકતંત્ર પર ચાલનારી પાર્ટી છે જયાં તમામને પોતાની ભૂમિકા રાખવાનો અધિકારી છે તેમની પાર્ટીમાં ભાજપની જેમ હિટલશાહી ચાલતી નથી નારાજ નેતાઓથી ચર્ચા કરવામાં આવશે
નાના પટોલે એ પણ સ્પષ્ટ કર્યું કે વોર્ડ પુનરચનામાં જો ગડબડી થઇ છે તો તેને સહન કરવામાં આવશે નહીં જરૂર પડશે તો કોર્ટમાં જવાની ભૂમિકા કોંગ્રેસે પહેલા જ સામે રાખી દીધી હતી એ યાદ રહે કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેના અને એનસીપીની સાથે કોંગ્રેસનું ગઠબંધન છે સત્તામાં સામેલ હોવા છતાં કોંગ્રેસ સતત એનસીપી અને શિવસેના પર પ્રહારો કરતી રહી છે.
આ પહેલીવાર નથી કે કોંગ્રેસની અંદર નારાજગી વ્યકત કરવામાં આવી રહી હોયચ મહારાષ્ટ્રના કવોટાની રાજયસભાની બેઠક યુપીથી આવેલા ઇમરાન પ્રતાપગઢને આપવામાં આવી તેને લઇને પણ પાર્ટીમાં વિવાદ ઉભો થયો છે હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની સામે આ વધતી નારાજગી દુર કરવાનો પડકાર છે આથી શિરડીમાં ચિંતિન શિબિરમાં કોંગ્રેસના નેતા પોતાના કાર્યકર્તાઓને સાઇ બાબાના શ્રધ્ધા અને સુબરીનો સંદેશ આપવા પહોંચ્યા છે.