મÎયપ્રદેશમાં આગામી વિધાનસભા ચુંટણી માટે વિપક્ષ કોંગ્રેસ અલગ અલગ વચનપત્ર(ધોષણાપત્ર) જારી કરશે.વચન પત્ર સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર સિંહે આ માહિતી આપતી હતી.તેમણે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથની અધ્યક્ષતામાં વચન પત્ર સલાહકાર સમિતિની બેઠક થઇ હતી બેઠકમાં રાજય સ્તરની સાથે સાથે પ્રત્યેક જીલ્લા માટે અલગ અલગ ધોષણાપત્ર જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ધોષણાપત્ર સ્થાનિક મુદ્દા અને માંગોના આધાર પર તૈયાર થશે
તેમણે કહ્યું કે બેઠકમાં કમલનાથે સમિતિના સભ્યોને વિવિધ જીલ્લાના લોકોની સમસ્યાઓનો અભ્યાસ કરવા અને સમાધાન શોધવાનો નિર્દેશ આપ્યો.તેમણે પ્રત્યેક જીલ્લાના લોકોની આકાંક્ષાઓ અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખતા અલગ અલગ વચન પત્ર તૈયાર કરવાનું પણ કહ્યું.સિંહ અનુસાર કમલનાથે સમિતિના સભ્યોનને કહ્યું કે મધ્યપ્રદેશ સરકારના વિવિધ ભાગોમાં કામકાજનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને કોંગ્રેસની વિરૂધ્ધ સત્તારૂઢ ભાજપની તરફથી ચલાવવામાં આવી રહેલ ખોટી માહિતી અભિયાન પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો
સિંહે કહ્યું કે વચનપત્રમાં તમામ વર્ગ ખાસ કરીને પછાત દલિતો આદિવાસીઓ યુવાનો અને મહિલાઓ માટે આકર્ષિત વચન સામેલ થશે તેમણે કહ્યું કે બેઠકમાં સભ્યોને વચન પત્ર માટે મહત્વપૂર્ણ સુચન પણ આપ્યા વચન પત્ર સલાહકાર સમિતિની બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી,અરૂણ યાદવ વિપક્ષના નેતા ડો ગોવિંદ સિંહ અને કેટલાક પૂર્વ મંત્રીઓ સહિત સમિતિના વિવિધ સભ્યો સામેલ થયા હતાં.’