દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે. ભારતીય નાગરિકતા વિના મતદાર યાદીમાં નામ સામેલ કરવાના આરોપમાં દાખલ કરાયેલી રિવિઝન અરજી પર કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. રિવિઝન અરજી વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી હતી.અરજદાર વિકાસ ત્રિપાઠીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પવન નારંગે દલીલ કરી હતી કે આ કેસ પર પુનર્વિચાર કરવાની જરૂર છે કારણ કે રેકોર્ડ પરના દસ્તાવેજા સૂચવે છે કે સોનિયા ગાંધી ભારતીય નાગરિક બનતા પહેલા મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સમાવવામાં આવ્યું હતું. સેશન્સ જજ વિશાલ ગોગણેએ દલીલો સાંભળ્યા પછી, સોનિયા ગાંધીને નોટિસ જારી કરી. રાજ્ય વતી ફરિયાદીએ નોટિસ સ્વીકારી. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે સુધારામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે ટ્રાયલ કોર્ટ રેકોર્ડને સમન્સ મોકલવામાં આવે.દિલ્હીના એક વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો છે જેમાં સોનિયા ગાંધી સામે એફઆઇઆર નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિક બન્યાના ત્રણ વર્ષ પહેલાં મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ જારી કરી છે અને ્ઝ્રઇ ને સમન્સ પાઠવ્યા છે. આ કેસમાં આગામી સુનાવણી ૬ જાન્યુઆરીએ થશે.એવો આરોપ છે કે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦ની મતદાર યાદીમાં હતું, પરંતુ તેમણે ૩૦ એપ્રિલ, ૧૯૮૩ના રોજ ભારતીય નાગરિકતા મેળવી હતી. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે નાગરિક ન હોવા છતાં તેમનું નામ ૧૯૮૦ની મતદાર યાદીમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમનું નામ ૧૯૮૨માં મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, “જા તેમને ૧૯૮૩માં નાગરિકતા મળી હતી, તો ૧૯૮૦ની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવવા માટે કયા દસ્તાવેજા રજૂ કરવામાં આવ્યા હતા?” શું બનાવટી કે ખોટા દસ્તાવેજાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? મેજિસ્ટ્રેટ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૫માં આ અરજી ફગાવી દીધી હતી, અને હવે તેની સામે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે







































