એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દિવ્યાંગોને કૃત્રમ અંગો અને સાધનસામગ્રીના વિતરણ સંબંધિત કૌભાંડમાં ભૂતપૂર્વ કેન્દ્રીય કોંગ્રેસ મંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદની લાંબા સમયથી પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે, આ મામલો ડા. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટના કૌભાંડ સાથે જાડાયેલો છે, જે બાદ મેમોરિયલ ટ્રસ્ટ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ફર્રુખાબાદના આ ટ્રસ્ટ પર કેન્દ્ર સરકારની સ્કીમમાંથી ૭૧.૫ લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.
ઇઓડબ્લ્યુ પણ આ મામલે તપાસ કરી રહી છે. ઈડીએ આ કેસનો કબજા લીધો હતો. જે બાદ પીએમએલએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં આવી. ઈડ્ઢએ ૨૯.૫૧ લાખ રૂપિયાની ૧૫ સ્થાવર મિલકતો જપ્ત કરી છે. જેમાં ખેતીની જમીન અને ૪ બેંક ખાતામાં જમા કરાયેલા ૧૬.૪૧ લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આ મામલો સંભાળ્યા બાદ ઈડીએ પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો. જે બાદ ઈડ્ઢએ કાર્યવાહી શરૂ કરી હતી.
વર્ષ ૨૦૦૯-૧૦માં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ૧૭ જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરીને વિકલાંગોને કૃત્રમ અંગો અને સાધનોનું વિતરણ કરવા માટે ડા. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને રૂ. ૭૧.૫ લાખની સબસિડી પ્રદાન કરી હતી. આ કેસમાં નોંધાયેલા ૧૭ કેસોમાં પોલીસે મેમોરિયલ ટ્રસ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર લુઈસ ખુર્શીદ, ટ્રસ્ટના સચિવ મોહમ્મદ અથર ફારૂકી અને ટ્રસ્ટના પ્રતિનિધિ પ્રત્યુષ શુક્લા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
આ કિસ્સામાં, વર્ષ ૨૦૧૭ માં, ફર્રુખાબાદ અને અન્ય શહેરોમાં ટ્રસ્ટ સંચાલકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેના આધારે ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે. ટ્રસ્ટ પર કૃત્રમ અંગો અને સાધનોના વિતરણમાં મોટા પાયે ગેરરીતિનો આરોપ હતો. તપાસમાં માલૂમ પડ્યું હતું કે સાધનો માટે આપવામાં આવેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કરવામાં આવ્યો હતો. કેસ હજુ તપાસ હેઠળ છે