રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારના કેસોને લઈ કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર સીધો હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળીને અનેક કૌભાંડો અંગે આવેદન પત્ર આપ્યું અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ આવેદન પત્રમાં પ્રમુખ મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
નરેગા યોજના હેઠળ રકમની ખોટી વાપસી, નકલી કામ અને બિલિંગ સહિતના આક્ષેપો થયા છે. કેટલાક વિસ્તારોમાં ભાજપ સાથે જાડાયેલી એજન્સીઓના સીધા સામેલ હોવાના પુરાવા હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. કામ વિના બિલો તૈયાર કરાયા હોવાના ગંભીર આક્ષેપ. રાજ્યભરના અનેક ગામોમાં ખોદકામ અને લાઇનબિછાવટ વગર જ ચૂકવણી થઈ હોવાનો કોંગ્રેસનો દાવો.
કોંગ્રેસે આકારી રીતે રજુઆત કરી છે કે, પદ પર રહેલા લોકોના આશીર્વાદથી કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. રાજ્યપાલ સમક્ષ માંગ કે મંત્રીને પદ પરથી દૂર કરવામાં આવે.
સીબીઆઇના દરોડા બાદ પણ સરકારે મૌન ધાર્યું છે. જા ભાજપના નેતાઓના નામ આવી રહ્યાં છે, તો મુખ્યમંત્રીએ સ્વયં તપાસ કરવી જોઈએ.
કોંગ્રેસે નિષ્ઠાવાન અધિકારીઓની સમિતિ રચવાની માંગ કરી છે. પોલીસે અને સરકાર દ્વારા માત્ર નાની માછલીઓ પકડાય છે, મોટા માથા હજુ પકડથી દૂર રહે છે. સરકારની ભ્રષ્ટાચાર પર નાબૂદી લોકશાહીના હિતમાં છે. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભાજપના લોકોના નામ આવે તો કોઈ પગલાં નહીં, કોંગ્રેસ પર આરોપ આવે તો તુરંત પૂછપરછ શરૂ થાય છે. અમિત ચાવડાએ કહ્યું કે, “કોઈ પણ પક્ષનો હોય, ભ્રષ્ટાચાર સાબિત થાય તો કાર્યવાહી થવી જાઈએ.”
આ સાથે અમિત ચાવડાએ જણાવ્યુ છે કે, “જો અમારી પાર્ટીનો કોઈ સભ્ય સંડોવાયેલો હશે તો કોંગ્રેસ પોતે તેના પર પગલાં લેશે. કોંગ્રેસે સરકાર સામે મજબૂત રણનીતિના સંકેત આપ્યા છે. ભવિષ્યમાં વિધાનસભામાં આ મુદ્દાઓ ઉઠાવવાના સંકેત મળ્યા છે. સરકાર ચુપ રહેશે તો અમે હક્ક માટે રસ્તા પર આવીશું.”
Home રસધાર રાજકીય રસધાર કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળીને અનેક કૌભાંડો અંગે...












































